કોરોનામાં મૃત્યુ પામનાર અને માતા-પિતા વગરની દીકરીઓને ગુજરાત સરકારની નવી ભેટ, લગ્ન સમયે આપશે 2 લાખ રૂપિયા, જાણો કેવી રીતે.
કોરોનાના એ કપરા દિવસોમાં અસંખ્ય લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે.. ઘણા પરિવાર નિરાધાર બની ગયા તો કોઈના ઘરના મોભી છિનવાઈ ગયા.. ત્યારે કોરોનામાં મૃત્ય પામનાર અને માતા-પિતા વગરની અનાથ દીકરીઓની વ્હારે હવે સરકાર આવી છે… સરકાર આવી દીકરીઓના લગ્ન સમયે 2 લાખ રૂપિયાની સહાય કરશે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના
Mukhyamantri Bal Seva Yojana 2023:
ગુજરાત સરકાર દ્વારા જાહેરા કરવામાં આવી છે કે કોરોનામાં મૃત્યુ પામનાર અને માતા-પિતા વિહોણી દીકરીઓને સરકાર એક ભેટ આપશે.. પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ દીકરી જ્યારે 18 વર્ષની થાય અને ત્યારે તે લગ્ન કરે તો તેમને સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.
Mukhyamantri Bal Sewa Yojana Gujarat 2022 Benefits
આ યોજના હેઠળ લાભાર્થી બાળકો ને સરકાર તરફ થી 2 પ્રકારે સહાય ચૂકવવા માં આવે છે. જેમાં જો બાળકો નાં માતા પિતા બંને નું અવસાન કોરોના વાયરસ થી થઈ ગયેલ હોઈ તો તેવા બાળકો ને બાળક દીઠ 4,000/- રૂપિયા ની સહાય તેમના ભરણપોષણ અને શિક્ષણ માટે આપવામા આવે છે.
અને વધુ માં જો બાળક ના માતા અથવા પિતા બંને માંથી એક નું કોરોના બીમારી થી અવસાન થઈ ગયેલ હોઈ તો તેવા બાળકો ને બાળક દીઠ સરકાર તરફ થી 2,000/- રૂપિયા ની સહાય ચૂકવવા માં આવે છે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની પાત્રતા
- કોરોના (Corona Virus) ના સમયગાળા દરમિયાન જે બાળકના માતા અને પિતા બંનેનું મૃત્યુ થયેલ હોય, તેવા 0 થી 21 વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોને “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” લાભ મળશે. આ યોજનાનો લાભ માટે આવક મર્યાદા (Income) ધ્યાને લીધા સિવાય મળશે.
- અગાઉ જે બાળકના માતા-પિતાનું અવસાન થયું હતું અને તેવા બાળકોના પાલક માતા-પિતા(Adoptive Parents) પણ કોરોના (Corona) મહામારી દરમિયાન અવસાન થયું હોય અને તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આવા બાળકોની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે નહી.
- જે બાળકના એક(1) વાલી (માતા કે પિતા) અગાઉના સમયમાં અથવા કોરોના સમય પહેલાં મૃત્યુ પામેલ હતા અને બીજા વાલી (માતા કે પિતા) કોરોના(Covid) સમયમાં અવસાન પામે તો નિરાધાર થયેલ બાળકને પણ “Mukhyamantri Bal Sewa Yojana” નો લાભ મળવાપાત્ર થશે. આવક મર્યાદા ધ્યાને લેવી નહીં.

Mukhyamantri Bal Seva Yojana 2023
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.. જે અંતર્ગત લાભાર્થી દીકરીઓને બે લાખની સહાય મેળવવા માટે એક અરજીની પ્રક્રિયા કરવી પડશે.. આ અરજી કર્યા બાદ આ દીકરીને તેના લગ્ન સમયે સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે…
જેથી જો આપણા સમાજમાં અથવા તો આપણી આસપાસ કોઈ આવી દીકરીઓ હોય અને જેમને સહાયની જરૂર હોય તો આ માહિતી તમે તેમના સુધી પહોંચાડી શકો છો અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ કમાઈ શકો છો. કારણ કે આ યોજના થકી કોરોનામાં મૃત્યુ પામનાર અને માતા-પિતા વગરની દીકરીને સહારો મળશે.
Download Mukhyamantri bal seva yojana form pdf
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
ગુજરાત સરકારના Department of Social Justice and Empowerment દ્વારા અનાથ બાળકો વિવિધ જવાબદારીઓ નિભાવવા માટે “mukhyamantri bal seva yojana” અમલમાં મૂકવામાં આવી છે.
- નિરાધાર બાળકને દર મહિને બાળક દીઠ 4000/- (ચાર હજાર) રૂપિયા મળવા પાત્ર થશે, બાળક 21 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર થશે. બાળક જે માસમાં અનાથ થયેલ હોય તે માસથી સહાય મળવાપાત્ર થશે.
- રાજ્ય સરકાર દ્વારા આફ્ટર કેર(After Care) યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળશે.
- લાભાર્થી બાળકોને કોઈપણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફિકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણાશે. સરકાર માન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ (Skill Development Training) માટે પાત્ર ગણાશે.
- નિરાધાર થયેલા અને લાભાર્થી બાળકોને શિક્ષણ માટે રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(KGB-ફ્ક્ત કન્યાઓ માટે) , નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો તથા સરકારી હોસ્ટેલોમાં પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.
- નિરાધાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય આપવામાં આવશે.
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માન્ય અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, વિચરતી/વિમુક્ત જાતિ(NT/DNT) અને આર્થિક પછાત (EWS) ના બાળકોને તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માન્ય અનુસુચિત જનજાતિ(ST)ના બાળકોને શિષ્યવૃતિમાં નિયમઓને આધીન અગ્રતા આપવામાં આવશે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની તથા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ વિભાગો,નિગમોની તમામ યોજનાઓનો લાભ માટે પાત્રતા ધરાવતા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રાથમિકતા આપવામાં આવશે.
- નિરાધાર બાળકોને રાજ્યમાં શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન માટે આવક મર્યાદા ધ્યાનમાં લેવાની રહેશે નહીં અને પ્રાથમિકતા આપવામાં આવશે.
કેવી રીતે તમે અરજી કરશો
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે..
આ યોજાનો લાભ મેળવતી બાળકીઓ જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ તેમના લગ્ન તા.1/4/2023 બાદ થયા હોય તો તેવી દીકરીઓ જો લગ્ન થયાના બે વર્ષમાં અરજી કરે તો તેમને રૂ.2,00,000/-ની સહાય સરકાર દ્વાર કરવામાં આવશે.
યોજનાનું નામ | મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 |
---|---|
ઉદ્દેશ | કોરોનાકાળમાં થયેલા અનાથ બાળકોને આર્થિક સહાય |
લાભાર્થી-1 | બે વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 4000 ની સહાય |
લાભાર્થી-2 | એક વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 2000 સહાય |
કઈ કચેરીનો સંપર્ક કરવો | જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ |
કોણ આ અરજી કરી શકે છે?
- જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.36000/- થી વધારે હોવાનો મામલતરદારનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
- પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ 03 થી 06 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને 06 વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
- દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.
ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીના કારણે માતા-પિતા બન્ને કે એક વાલી ગુમાવનાર નિરાધાર બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”નો લાભ આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય કક્ષાએ “નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી, બ્લોક નંબર-16 , ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર(ગુજરાત) નો સંપર્ક કરવો. તથા જિલ્લા કક્ષાએ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો તથા તેમને સંલગ્ન “જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરો.
ગુજરાતના દરેક જીલ્લાની “બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનું સરનામું તથા સંપર્ક નંબર મેળવવા નીચે ક્લિક કરો.