પુસ્તકની વિશેષતાઓ :
• બાળકને વાંચતા શીખવવા માટે પ્રજ્ઞા અભિગમ તથા ૧૦૦ ટકા બાળ મનોવૈજ્ઞાનિક દૃષ્ટીકોણથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
• ભાષાશિક્ષણનાં પાયાનાં ચાર કૌશલ્યોઃશ્રવણ, કથન, વાંચન અને લેખન પૈકી વાંચન કૌશલ્યના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી આ પુસ્તકમાં લેવામાં આવ્યો છે.
બાળકના શીખવાના ક્રમને ધ્યાનમાં રાખીને તે મુજબ સૌ પ્રથમ મૂળાક્ષરોનું વાચન, પછી સાદા શબ્દોનું વાચન ત્યારબાદ વાક્યોનું વાચન, ફકરાનું વાચન અને છેલ્લે વાર્તાનું આરોહ – અવરોહ સાથેનું વાચન એમ ક્રમબદ્ધ ગોઠવણી કરવામા આવી છે.
બાળકને દઢીકરણ થાય તે માટે વધુમા વધુ શબ્દોનો મહાવરો આપવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં આપવામાં આવેલાં શબ્દો, વાક્યો તથા ફકરાઓમાં પાછળના ક્રમના મૂળાક્ષરો જે બાળક હજુ શીખ્યો નથી એ આગળ આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે. ક્રમબદ્ધ અભ્યાસક્રમની ક્રમબદ્ધ રચના કરવામાં આવી છે.
કુરીયર ચાર્જ ફ્રી રહેશે. એટેલે કે અલગથી કુરીયર ચાર્જ આપવાનો નથી.
Reviews
There are no reviews yet.